નવી દિલ્હી: વસંત પંચમી (Basant Panchami 2020) નો દિવસ માતા સરસ્વતીનો દિવસ હોય છે. આથી આજના દિવસે માતા સરસ્વતીની વિધિપૂર્વક પૂજા થાય છે. માન્યતા છે કે આજના દિવસે સવારે ઉઠીને સ્નાન કરી માતા સરસ્વતીની પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં પ્રગતિના બંધ દ્વાર ખુલી જાય છે. સરસ્વતી માતાને જ્ઞાન, કળા અને સંગીતની દેવી કહેવાય છે. કહેવાય છે કે વસંત ઋતુમાં પ્રકૃતિની જેમ જ શરીરમાં પણ અનેક પ્રકારના પરિવર્તનો થાય છે. આથી વસંત ઋતુને પ્રેમ, સમર્પણ અને ખુશીઓની ઋતુ કહે છે. માન્યતા છે કે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધિ, અને જ્ઞાન વધે છે. કારણ કે માતા સરસ્વતી સંગીતની સાથે જ વાણી અને જ્ઞાનની પણ દેવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વસંત પંચમીએ માતા સરસ્વતીની પૂજાનું મહત્વ
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયુ છે કે જે પણ લોકોના ભાગ્યમાં શિક્ષણ અને બુદ્ધિનો યોગ નથી અથવા તો જેમના પણ શિક્ષણના માર્ગમાં અડચણો આવે છે તેઓ આજના દિવસે માતા સરસ્વતીની પૂજા કર તો તમામ પ્રકારની અડચણો દૂર થાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ માતા સરસ્વતીની પૂજા કરતી વખતે કામના કરે છે કે માતા સરસ્વતી તેમને સદબુદ્ધિ આપે અને તેમને અજ્ઞાનતાથી જ્ઞાનત તરફ લઈ જાય. અત્રે જણાવવાનું કે વસંત પંચમીનો પર્વ ફક્ત ભારત નહીં પરંતુ વિદેશોમાં પણ મનાવવામાં આવે છે. ભારતમાં પરંપરા છે કે આજના દિવસે બાળકોના માતા પિતા તેમને પહેલો શબ્દ લખાવીને તેમના શિક્ષણની શરૂઆત કરે છે. 


વસંત પંચમી પર પીળા રંગનું મહત્વ
વસંત પંચમીના દિવસે પીળા રંગનું ખાસ મહત્વ હોય છે. હકીકતમાં વસંત ઋતુમાં સરસવના પાકથી આખી ધરતી પીળી દેખાય છે. જ્યારે સૂર્યના ઉત્તરાયણના પગલે પણ આ દિવસે પીળા રંગનું મહત્વ ખાસ વધી જાય છે. અત્રે જણાવવાનું કે વસંત પંચમીના દિવસે પીળા રંગના કપડા ઉપરાંત પીળા રંગના ખોરાક અને પતંગ ઉડાવવાનું પણ મહત્વ છે. 


પૂજા દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન
- વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરતી વખતે પીળા કે પછી સફેદ કપડાં પહેરવા જોઈએ.
- ભૂલેચૂકે કાળા કપડાં કે લાલ કપડાં પહેરીને માતા સરસ્વતીની પૂજા ન કરો. 
- વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા ઉત્તર દિશા તરફ મોઢું રાખીને કરવી જોઈએ. 
- માન્યતા છે કે માતા સરસ્વતીને શ્વેત ચંદન અને પીળા ફૂલ ખુબ પસંદ છે અને આથી તેમની પૂજા સમયે તેમનો જ ઉપયોગ  કરો.
- પૂજા દરમિયાન પ્રસાદમાં દહી, લાવા, મીઠી ખીર અર્પણ કરવી જોઈએ. 
- પૂજા દરમિયાન માતા સરસ્વતીના મૂળ મંત્ર "ॐ ऐं सरस्वत्यै नमः"નો જાપ કરો.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube